Video: સાબરકાંઠામાં UGVCLની ઘોર બેદરકારીએ વધુ એક યુવાનનો ભોગ લીધો, ખેતરમાં ઝૂલતા વીજ વાયરને અડી જતા મોત થયું

સોર્સ: gstv

મૃતક સાવનકુમાર પરમાર ખેતીકામ અર્થે ખેતરમાં ગયા હતા, ત્યારે તેમનું લોખંડનું હળ નીચે ઝૂલતા વીજ વાયરને અડી જતા ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જાન્યુઆરી માસમાં જ સાવનના લગ્ન થયા હતા અને હાલ તેમની પત્ની સગર્ભા છે. દર વર્ષે મેન્ટેનન્સના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરતી UGVCLની લાપરવાહીથી અગાઉ જાદર અને ખેડાવાળા ગામે પણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે પરિવારે જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત