Video: અમદાવાદ રેલવે સ્ટેશન પર રિડેવલપમેન્ટની કામગીરીને નોર્થ MMTHના બાંધકામથી પાર્કિંગ વ્યવસ્થામાં પણ ફેરફાર

અમદાવાદ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરીને પગલે સ્ટેશન પરનો એલિવેટેડ રોડ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. નોર્થ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબના બાંધકામને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એલિવેટેડ રોડ સાથે જોડાયેલી પાર્કિંગ સુવિધા પણ અન્ય સ્થળે ખસેડવામાં આવી છે. હવે મુસાફરો અને વાહનચાલકો માટે સાઉથ એમએમટીએચ બિલ્ડિંગમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
જાહેરાત











