Video: અમદાવાદમાં દિલજીતના કોન્સર્ટમાં પાઘડી પહેરીને મોબાઈલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટ દરમિયાન મોબાઈલ ચોરી કરતી દિલ્હીની ટોળકીનો પર્દાફાશ થયો છે. અમદાવાદ એલસીબી ઝોન-2એ ગોલ્ડન પાસ લઈને કોન્સર્ટમાં પહોંચેલા દિલ્હીના બે આરોપી મોહમદ અસદ અને અશરફ હુસેનની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા બંને પાસેથી આઈફોન અને સેમસંગ સહિત અંદાજે 4.30 લાખ રૂપિયાની કિંમતના 11 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચાર શખ્સો ખાસ મોબાઈલ ચોરી કરવા દિલ્હીથી કેબ મારફતે અમદાવાદ આવ્યા હતા અને પોલીસની શંકા ન જાય તે માટે પાઘડી તથા પંજાબી પરંપરાગત વસ્ત્રો પહેરીને કોન્સર્ટમાં પહોંચ્યા હતા.
જાહેરાત











