Video: દિલ્હીની હવા બની ઝેરી

દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ શ્રેણીમાં પહોંચી છે. શહેરના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને સ્મોગની ચાદર છવાઈ ગઈ છે. માનસિંહ રોડ, હનુમાન રોડ અને બારાપુલ્લા ફ્લાયઓવર વિસ્તારમાં પણ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટી ગઈ છે. વહેલી સવારથી જ સમગ્ર વિસ્તારમાં ધૂંધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પ્રદૂષિત હવાને કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ભય સતાવી રહ્યો છે. રાજધાનીમાં વધતા પ્રદૂષણને પગલે હવાની ગુણવત્તા ચિંતાનો વિષય બની છે.
જાહેરાત






