Video: મુંબઈના વડાલા RTO નજીક બે BEST બસ અને ત્રણ કાર વચ્ચે અકસ્માત

મહારાષ્ટ્રના મુંબઈમાં વડાલા આરટીઓ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં બે બસ અને ત્રણ કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં પાંચથી છ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સાયન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે, જ્યારે ઘટનાના પ્રત્યક્ષદર્શીએ પણ સમગ્ર બનાવ અંગે માહિતી આપી હતી.
જાહેરાત







