Video: ગોકુલના નિર્ણય સામે આક્રોશ

સોર્સ: gstv

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ગોકુલ સહકારી મંડળીમાં રાજ્ય સરકાર દ્વારા નિયામકોની નિમણૂક કરવાના નિર્ણય સામે ભારે વિરોધ જોવા મળ્યો. સરકારના નિર્ણયના વિરોધમાં દશેરા ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી 'સંઘર્ષ મોરચા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ માર્ચમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ રાજ્ય સરકારના નિર્ણય સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગોકુલ સહકારી મંડળીમાં નિયામકોની નિમણૂકનો નિર્ણય પાછો ખેંચવાની માંગ ઉઠાવવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત