Video: હરિયાણાના ફરીદાબાદમાં સેક્ટર 21C હત્યા કેસનો ઉકેલ, પાર્કિંગ વિવાદમાં ૧૪ રાઉન્ડ ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ

હરિયાણાના ફરીદાબાદના સેક્ટર 21C વિસ્તારમાં બનેલી સનસનાટીભરી હત્યાની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી હતી . પોલીસે ઝડપી તપાસ હાથ ધરીને પાડોશી પર તાબડતોબ ૧૪ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી હતી .પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાર પાર્કિંગ જેવી સામાન્ય બાબતે બે પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો હતો કે આરોપીએ આવેશમાં આવીને તાબડતોબ અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે ગુનામાં વપરાયેલું હથિયાર જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
જાહેરાત








