Video: અયોધ્યામાં દીપોત્સવની તૈયારી

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 10મા દીપોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. ભગવાન શ્રીરામના પ્રતીકાત્મક આગમનને લઈને રામકથા પાર્કના હેલિપેડથી લઈને આગમન માર્ગ સુધી વિશેષ સજાવટ કરવામાં આવી રહી છે. માર્ગ પર રંગબેરંગી રંગોળીઓ તૈયાર કરવામાં આવી છે. દીપોત્સવને ભવ્ય બનાવવા માટે વિવિધ સ્થળોએ આકર્ષક શણગાર કરવામાં આવી રહ્યો છે. સમગ્ર અયોધ્યા નગરીને દીવાઓ અને રોશનીથી સજાવવાની તૈયારીઓ ચાલી રહી છે. તહેવારને લઈને સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત