Video: તિરુવનંતપુરમમાં ભાજપ દ્વારા લોકશાહી બચાવવાના નારા સાથે માર્ચ યોજાઈ

કેરળના તિરુવનંતપુરમમાં ભાજપ દ્વારા લોકશાહી બચાવવાના નારા સાથે માર્ચ યોજવામાં આવી હતી. સેવ ડેમોક્રેસી, એલિમિનેટ એનાર્કી ના સૂત્ર સાથે યોજાયેલી આ માર્ચમાં ભાજપના અનેક નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા. મિઝોરમના પૂર્વ રાજ્યપાલ કુમ્મનમ રાજશેખરન, ભાજપના પ્રદેશ મહામંત્રી અનૂપ એન્ટની જોસેફ અને પ્રદેશ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય વી. મુરલીધરન અને કેન્દ્રીય મંત્રી શોભા કરંદલજે પણ માર્ચમાં જોડાયાં હતાં.
જાહેરાત







