Video: દીવાળી પર્વ નિમિત્તે સુશોભનની સામગ્રી અને લાઈટોની માંગ વધી

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ઉત્સવના માહોલ વચ્ચે બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. દીવાળી પર્વ નજીક આવતાં જ સુશોભનની રોશની, રંગબેરંગી લાઈટો અને પૂજા સામગ્રીની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. બજારમાં અવનવી ડીઝાઇન ધરાવતી એલઈડી લાઈટો, કંદીલ અને ધાર્મિક ચીજવસ્તુઓની ખરીદી કરવા લોકો ઉત્સાહભેર ઉમટી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે બજારમાં ગ્રાહકોનો પ્રતિસાદ ખૂબ જ સારો છે અને વેપારમાં મોટો વધારો થયો છે. સ્થાનિક બજારો રોશનીથી ઝળહળી ઊઠ્યા છે અને તહેવારોની ખરીદીને કારણે સમગ્ર શહેરમાં રોનક અને ઉત્સાહનો વાતાવરણ છવાઈ ગયું છે
જાહેરાત





