મુખ્ય સામગ્રી પર જાઓ

હની સિંહના પરિવારમાં શોકની લાગણી: જલંધરમાં ભયાનક કાર અકસ્માતમાં ભત્રીજા સહિત બે યુવકોનાં મોત

હની સિંહના પરિવારમાં શોકની લાગણી: જલંધરમાં ભયાનક કાર અકસ્માતમાં ભત્રીજા સહિત બે યુવકોનાં મોત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

જાણીતા બોલિવૂડ અને પંજાબી ગાયક યો યો હની સિંહના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પંજાબના જલંધરમાં રવિવાર, 1 નવેમ્બર 2026ની વહેલી સવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં હની સિંહના ભત્રીજા વિદિત ઓલાક સહિત બે યુવકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં વિદિતના મિત્ર આરવ તલવારનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જન્મદિવસની પાર્ટીમાંથી પરત ફરતી વખતે અકસ્માત

મળતી માહિતી મુજબ, વિદિત ઓલાક પંજાબી મ્યુઝિક કંપની 'સ્પીડ રેકોર્ડ્સ' (Speed Records)ના માલિક દિનેશ ઓલાકનો પુત્ર હતો. જ્યારે આરવ તલવાર જાણીતી સ્વીટ્સ બ્રાન્ડ 'પેપી સ્વીટ્સ'ના માલિકનો પુત્ર હતો. બંને મિત્રો એક જન્મદિવસની પાર્ટી (Birthday Party)માં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રવિવારે વહેલી સવારે આશરે 3 વાગ્યે પોલીસ લાઇન વિસ્તાર પાસે આવેલા ફ્લાયઓવર પર તેમની પૂરપાટ ઝડપે દોડી રહેલી વોક્સવેગન કાર રસ્તા પર ઊભેલી નગર નિગમની ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ હતી. અકસ્‍મય સમયે કારમાં કુલ પાંચ યુવકો સવાર હતા. જોકે, તેમાંથી ત્રણ યુવકો અકસ્માત પહેલાં જ પોતપોતાના ઘરે ઊતરી ગયા હતા. ત્યારબાદ બનેલી ટક્કરમાં વિદિત અને આરવનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

જાહેરાત

હની સિંહે ઇન્સ્ટાગ્રામ પર વ્યક્ત કર્યું દુઃખ

ભત્રીજાના મોતના સમાચારથી હની સિંહ ભાવુક થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર સ્ટોરી શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે વિદિતના પિતા દિનેશ ઓલાકને ટેગ કરીને લખ્યું હતું કે, 'આ મારા માટે ખૂબ જ ખરાબ સમય છે. મારા ભત્રીજાને ખોવો દિલ તોડી નાખનારું છે. ભોલેનાથની કૃપા બની રહે.' આ ઉપરાંત હની સિંહે પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલનો ફોટો પણ હટાવી દીધો હતો.

પરિવારે કાનૂની કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ બંને યુવકોના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. મૃતકોના પરિવારોએ આ મામલે કાનૂની કાર્યવાહી (Legal Action) કરવાનો ઇનકાર કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ દુર્ઘટનાને પગલે બંને પરિવારોમાં શોકનો માહોલ છે. હની સિંહના ભત્રીજાના અકાળે થયેલા અવસાનથી સંગીત જગતમાં પણ દુઃખની લાગણી ફેલાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત