Video: 50 મુસાફરોનો આબાદ બચાવ થયો

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં નેશનલ હાઇવે-44 પર સિકરોડા ક્રોસિંગ નજીક એક ખાનગી મુસાફર બસમાં અચાનક ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. ઘટના સમયે બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. બસમાંથી ધુમાડો નીકળતો જોઈને ડ્રાઇવરે તુરંત જ વાહન રોકી દીધું હતું, જેના કારણે તમામ મુસાફરો સમયસર સુરક્ષિત બહાર નીકળી શક્યા હતા અને મોટી જાનહાનિ ટળી હતી. જોતજોતામાં આગે આખી બસને લપેટમાં લઈ લીધી હતી અને બસ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવે છે.
જાહેરાત






