Video: ઇન્દોરમાં ધનતેરસની ખરીદી

મધ્યપ્રદેશના ઇન્દોરમાં ધનતેરસના પર્વે બજારોમાં ખરીદીનો ભારે માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના જાણીતા સરાફા બજારમાં સોના ચાંદીના દાગીનાની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. તહેવારને લઈને વેપારીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરાફા બજારના વેપારીઓને પાંચ દિવસના દિવાળી પર્વ દરમિયાન આશરે 500 કરોડ રૂપિયાના વેપારની આશા છે. ધનતેરસની ખરીદીને પગલે બજારોમાં રોનક છવાઈ છે.
જાહેરાત








