Video: અયોધ્યામાં ભવ્ય દીપોત્સવની તૈયારીઓ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ત્રણ દિવસીય ભવ્ય દીપોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. રામ કી પૈડી ખાતે 30 લાખ દીવાઓ ગોઠવવામાં આવ્યા છે. દીપોત્સવને લઈને સમગ્ર અયોધ્યામાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘાટ પર દીવાઓ ગોઠવવાની સાથે અન્ય સજાવટ અને વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. દીપોત્સવ દરમિયાન લાખો દીવાઓ પ્રગટાવી અયોધ્યાને રોશનીથી ઝળહળતી કરવામાં આવશે. આ ભવ્ય આયોજનને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જાહેરાત







