Video: સુરેન્દ્રનગરમાં મોટર વ્હીકલ એક્ટના નવા નિયમોના અમલ માટે પોલીસની લાલ આંખ, જાતિ વિષયક લખાણ ધરાવતા 11 વાહનો જપ્ત કરાયા

સોર્સ: gstv

નવા નિયમ મુજબ ખાનગી વાહનો પર જાતિ, જ્ઞાતિ, અટક કે ધર્મ દર્શાવતા શબ્દો અને સ્ટીકર લગાવવા પર પ્રતિબંધ છે. ત્યારે પાટડી હાઇવે પર ચેકિંગ દરમિયાન પોલીસે વાહનો પરથી જ્ઞાતિ વિષયક લખાણો દૂર કરાવી, 20 જેટલા વાહનચાલકો પાસેથી સ્થળ પર જ કુલ 10 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આ કામગીરી દરમિયાન ટ્રાફિક PSI સહિતના સ્ટાફે વાહનચાલકોને નવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જરૂરી સૂચનો પણ આપ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત