Video: સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી પર પોલીસના દરોડા: 350 ફીરકી સહિત રૂ. 43,500નો મુદ્દામાલ જપ્ત

સોર્સ: gstv

સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ગેરકાયદેસર રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સને દબોચી લીધો હતો. પોલીસે સ્થળ પરથી MONO SKY લેબલવાળી 350 ફીરકી સહિત કુલ રૂ. 43,500/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રતિબંધ હોવા છતાં આરોપી ચાઈનીઝ દોરીનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ આગામી દિવસોમાં પણ ચાઈનીઝ દોરી સામે કડક કાર્યવાહી ચાલુ રાખવા આદેશ અપાયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત