Video: નિકોલમાં લાગેલી આગમાં પોલીસ ફરિયાદ થશે

નવા વર્ષની વહેલી સવારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આગ લાગી હતી જેમાં પોલીસ ફરિયાદ દાખલ થશે. સીઝનલ અને ફટાકડા માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી, જેને લઈને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ગંભીર નોંધ લીધી છે અને પરવાનગી વિનાની લારી અને સ્ટોલ ધરાવનારા સામે પોલીસ ફરિયાદ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. કમિશનરની સૂચના બાદ પૂર્વ ઝોનના એસ્ટેટ અને ફાયર વિભાગ દ્વારા તમામ વિગતો મેળવીને બે દિવસમાં જવાબદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરાત












