Video: રાજકોટમાં બેફામ કારચાલકનો આતંક

સોર્સ: gstv

રાજકોટમાં બેફામ કારચાલકોનો આતંક સામે એક ઘટના સામે આવી છે. શહેરના કુવાડવા રોડ પર આવેલા ડી માર્ટ પાસે પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા એક કિશોરને અડફેટે લીધો હતો. આ અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો..અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કિશોરને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે..ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે સામે આવેલા CCTV ફૂટેજના આધારે ફરાર કારચાલકની ઓળખ કરી તેને ઝડપી પાડવા માટે શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત