Video: મોડાસા સિવિલ હોસ્પિટલના ગોડાઉનમાં ચોરી, 8.46 લાખના ઇલેક્ટ્રિક સામાનની ઉઠાંતરી

અરવલ્લીના મોડાસાની નવીન સિવિલ હોસ્પિટલના ગોડાઉનમાં તસ્કરોએ હાથફેરો કરી 8 લાખ 46 હજારના ઇલેક્ટ્રિક સામાનની ચોરી કરી છે. હોસ્પિટલના બંધ ગોડાઉનને નિશાન બનાવી ચાર અજાણ્યા શખ્સોએ તાળું અને બારીઓ તોડી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો ગ્રેટ વાઇટ કંપનીના 145 વાયર બંડલ અને ચાર સ્ટ્રીટ લાઇટ ચોરી કરી ફરાર થયા હતા. હોસ્પિટલના CCTV કેમેરામાં ચાર શખ્સોની હિલચાલ કેદ થઈ છે. ફરિયાદ મુજબ ચારેય શખ્સોની ઉંમર આશરે 25થી 35 વર્ષની હોવાનું અનુમાન છે. રૂ.8,46,434ના મુદ્દામાલની ચોરી અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત















