Video: જૂનાગઢના રબારીકામાં ખેડૂતનું મોત નીપજાવનાર સિંહણ પાંજરે પુરાઈ

સોર્સ: gstv

જૂનાગઢના વિસાવદર તાલુકાના રબારીકા ગામે ખેડૂત પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર સિંહણ આખરે વનવિભાગના પાંજરે પુરાઈ છે. ગત 20 નવેમ્બરના રોજ સિંહણે એક આધેડ ખેડૂત પર હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ વનવિભાગ દ્વારા સિંહણને પકડવા માટે વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ પાંજરાં ગોઠવવામાં આવ્યાં હતાં. આજે વહેલી સવારે ફુલઝર નદીના કિનારા પાસેથી સિંહણને પાંજરે પૂરવામાં વનવિભાગને સફળતા મળી છે. પકડાયેલી સિંહણને જરૂરી તપાસ અને નિરીક્ષણ માટે સાસણ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. હવે સાસણ ખાતેની તપાસ બાદ સિંહણ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત