Video: વડનગરમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

સોર્સ: gstv

મહેસાણા જિલ્લાના વડનગરમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયુ છે. વડનગરના ગુરુકુળ સર્કલ પાસે ગત મોડી રાત્રે આ ઘટના સામે આવી છે. આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી મહેસાણા SOGની બોલેરો પોલીસ વાન અને એક રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષાચાલકને જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. મોડી રાત્રે બનેલા આ બનાવને પગલે ઘટનાસ્થળે આસપાસના લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. હાલ આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માત અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત