Video: સુરત પાલિકાની પોલ ખુલી: લોકાર્પણનો શ્રેય લેવાની લ્હાયમાં 4 કરોડની બે ડબલ ડેકર બસ 22 દિવસથી ડેપોમાં ધૂળ ખાય છે

સોર્સ: gstv

સુરત મહાનગરપાલિકાએ પિકનિક સ્પોટ ડુમસ રૂટ પર દોડાવવા માટે આશરે 4 કરોડની કિંમતની બે ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ ખરીદી હતી, જેની ડિલિવરી ગત 1 નવેમ્બરે મળી ચૂકી છે. જોકે, 22 દિવસ વીતી ગયા હોવા છતાં પ્રજાના પૈસે આવેલી આ બસો રોડ પર ઉતારવાને બદલે માત્ર ‘લોકાર્પણના ઇવેન્ટ’નો શ્રેય લેવાની રાહમાં અલથાણ ડેપોમાં પાર્ક કરી દેવાઈ છે. બીજી તરફ પાલિકાના આયોજનની પોલ પણ ખુલી ગઈ છે, કારણ કે અઠવાગેટથી ડુમસ સુધીના રૂટ પર ડબલ ડેકર બસ માટે જરૂરી બસ સ્ટોપ બનાવવાની કામગીરી હજુ માત્ર કાગળ પર જ સીમિત છે. મેટ્રોના લોકાર્પણના બહાના અને પાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે સુરતીઓને 'લંડન' જેવો અનુભવ કરાવવાના દાવા હાલ પોકળ સાબિત થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત