Video: સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં વધારો

સોર્સ: gstv

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જ્યાં 2024માં 16 પોઈન્ટ 47 લાખ અને 2025માં 18 પોઈન્ટ 10 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી, જ્યારે 2026ના 9 મહિનામાં 12 પોઈન્ટ 50 લાખ મુસાફરો નોંધાયા છે. વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત દ્વારા નવી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવા તેમજ હાલના રૂટ પર ફ્લાઈટ વધારવા અને બંધ સેવાઓ ફરી શરૂ કરવા માંગ કરવામાં આવી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની હબ એન્ડ સ્પોક ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઓપરેશન્સ પહેલ હેઠળ આગામી 22 એરપોર્ટમાં સુરતનો સમાવેશ કરવાની જાહેરાત થઈ છે. આ હબ મોડલ અંતર્ગત મોટા એરપોર્ટને મુખ્ય કેન્દ્ર તરીકે વિકસાવી અન્ય એરપોર્ટ જોડવામાં આવશે. દ્વિપક્ષીય હવાઈ સેવા કરાર અને પોઈન્ટ્સ ઓફ કોલની ચર્ચામાં પણ સુરતને સામેલ કરવામાં આવ્યું છે. જો વિદેશી ફ્લાઈટના નવા વિકલ્પો મળશે તો સુરતના હીરા, ટેક્સટાઈલ, ઉદ્યોગ, પ્રવાસન અને વ્યાપાર ક્ષેત્રને મોટો વેગ મળશે. આ પગલાંથી શહેરના આર્થિક વિકાસ અને વૈશ્વિક જોડાણને વધુ મજબૂતી મળવાની આશા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત