Video: સુરતના ડિંડોલી તોડકાંડ મામલે ભાજપમાં વિવાદ, પત્રકારોને નોટિસની ચીમકી સામે પ્રદેશ પ્રમુખને ફરિયાદ

સોર્સ: gstv

સુરતના ડિંડોલીમાં કથિત 19 લાખ રૂપિયાના તોડકાંડના આક્ષેપ મામલે ભાજપમાં જ આંતરિક વિવાદ સામે આવ્યો છે. ગેરકાયદે દુકાનના બાંધકામમાં 19 લાખ રૂપિયાના તોડકાંડના સમાચારને લઈને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. સાથે જ આ સમાચાર ચલાવનારા પત્રકારોને ત્રણથી ચાર દિવસમાં નોટિસ પાઠવવાની ચીમકી ઉચ્ચારી છે. પરેશ પટેલના નિવેદન બાદ ભાજપ કિસાન મોરચાના સભ્ય મનીષ નાયકે પ્રદેશ પ્રમુખને પત્ર લખીને પત્રકારોને નોટિસ આપવાના નિર્ણય અંગે ફેરવિચારણા કરવાની માગ કરી છે. પત્રમાં તેમણે પત્રકારનું રક્ષણ એટલે લોકશાહીનું રક્ષણ હોવાનું જણાવી પત્રકારોના હિતમાં રજૂઆત કરી છે. બીજી તરફ કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ પણ આ મામલે સવાલો ઉઠાવી પત્રકારોનો અવાજ દબાવવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત