Video: ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર જોખમી કાર સ્ટંટ, બોનેટ પર બેસીને બનાવ્યો વીડિયો

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પરથી જોખમી કાર સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રીલ બનાવવાની ઘેલછામાં યુવકોએ જાહેર સ્થળે જોખમી સ્ટંટ કર્યો હોવાનું સામે આવ્યું છે. કારના બોનેટ પર બેસીને ડ્રાઇવર વગર ગાડી ચાલતી હોવાનો દેખાડો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વધુ વ્યુઝ મેળવવા માટે કરવામાં આવેલા આ જોખમી કરતબથી મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ નથી. હવે સવાલ એ છે કે જાહેર સ્થળે આવા જોખમી સ્ટંટ કરનારાઓ સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?
જાહેરાત
















