Video: વડોદરામાં ડ્રગ્સ સામે પોલીસનું મેગા ઓપરેશન, આઠ હોટસ્પોટ પર સઘન ચેકિંગ

સોર્સ: gstv

વડોદરા શહેરમાં ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ડ્રગ્સ માફિયાઓ અને ગુનેગારોને કડક ચેતવણી આપી છે. શહેરના ડ્રગ્સના આઠ હોટસ્પોટ વિસ્તારોમાં ડ્રોન, બોડીકેમ, બાયનોક્યુલર્સ અને સ્નિફર ડોગની મદદથી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નવલખી, કાસમઆલા, પાણીગેટ, એકતાનગર, કિસ્મત યોકડી અને મધુનગર બ્રિજ સહિતના વિસ્તારોમાં વિશેષ પોલીસ ડ્રાઈવ યોજાઈ હતી. એન્ટી ડ્રગ પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના કબજાના છ કેસ નોંધી છ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં NDPSના 53 કેસ નોંધાયા છે અને 100થી વધુ આરોપીઓની ધરપકડ કરી પોલીસે ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત