Video: ધારાસભ્ય કેતન ઈનામદારે ભાવિ રણનીતિનો કર્યો ખુલાસો

વડોદરાના સાવલીમાં શિવ પાર્ટી પ્લોટમાં ધારાસભ્ય કેતન ઈનામદારની હાજરીમાં વિધાનસભાનું દિવાળી સ્નેહમિલન યોજાયું હતું. આ સંમેલન દરમિયાન કેતન ઈનામદારે હુંકાર કરતાં જણાવ્યું હતું કે તેઓ વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડવાની પોતાની વાત પર અડીખમ છે. પરંતુ સાથે જ પછી ઈશ્વરની ઈચ્છા કહીને ચૂંટણી લડવા કે ન લડવા અંગે બે મોઢાની વાત કરી હતી. આ ઉપરાંત તેમણે આગામી પંચાયતની ચૂંટણીને લઈને કાર્યકરો અને આગેવાનોને શીખામણ આપતાં કહ્યું હતું કે ચૂંટણીમાં મનભેદ થાય તો પણ મોટું મન રાખીને લડવું જોઈએ, જેથી ગામની એકતા અને અખંડિતતા તૂટે નહીં.
જાહેરાત














