Video: અમરેલીના વડિયાના મોરવાડામાં સિંહોનો જમાવડો, શિકારની મિજબાનીનો વીડિયો વાયરલ

સોર્સ: gstv

અમરેલીના વડિયા પંથકમાં સિંહોનું આગમન થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચા જાગી છે. વડિયાના મોરવાડા ગામની સીમ વિસ્તાર સિંહોની અવરજવરનું નવું સ્થળ બની રહ્યો છે. શિકાર કર્યા બાદ સિંહ મિજબાની માણી રહ્યો હોય તેવો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં કુતૂહલ સાથે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને પશુપાલકોમાં સિંહોની અવરજવરને લઈને ચિંતા જોવા મળી રહી છે. હવે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સિંહોની અવરજવર પર કેવી નજર રાખવામાં આવે છે તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો

જાહેરાત