Video: રાજકોટમાં નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી

સોર્સ: gstv

રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે, જે અંતર્ગત રાજકોટ SOG દ્વારા MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે સોખડા ચોકડીથી બેડી ચોકડી તરફ જતા રસ્તા પર વોચ ગોઠવી હતી. જેમાં વિવેક ઉર્ફે દિનેશ બારોટ નામના આરોપીને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન પોલીસે આરોપી પાસેથી 10 પોઈન્ટ 27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, મોબાઈલ ફોન અને એક્ટિવા વાહન સહિત કુલ 65 હજાર 810 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ પ્રોહીબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂક્યો છે. આ ડ્રગ્સનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત