Video: શહીદ RFOના કેસમાં મોટી સફળતા, ખેરના લાકડાના બે તસ્કરો ઝડપાયા!

તાપી જિલ્લામાં ખેરના લાકડાની તસ્કરી સામે વનવિભાગે મોટી કાર્યવાહી કરી છે. ગત જુલાઈ મહિનામાં ખેરના લાકડાના તસ્કરોનો પીછો કરતી વખતે શહીદ થયેલા RFOના કેસમાં વનવિભાગને સફળતા મળી છે. આ કેસમાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.વનવિભાગની તાપી રેન્જના અધિકારીઓએ નિઝર નજીકથી સંદીપ વળવી અને દવલત વળવી નામના બે આરોપીઓને ઝડપી લીધા છે. તેમની પાસેથી ખેરનાં લાકડાં સહિત કુલ 6 લાખ 62 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.જોકે, શહીદ RFOના આ પ્રકરણમાં હજુ પણ કેટલાક તસ્કરો ફરાર હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપીઓ મહારાષ્ટ્રના હોવાનું જાણવા મળતાં વનવિભાગે તેમની શોધખોળ તેજ કરી છે. હવે આ કેસમાં વધુ કેટલી ધરપકડ થાય છે તેના પર સૌની નજર છે.
જાહેરાત











