Video: ધોલપુરમાં ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન સરકારી તબીબે મહિલાના પેટમાં ટુવાલ છોડી દીધો.

રાજસ્થાનના ધોલપુરમાં એક સરકારી તબીબની ગંભીર બેદરકારીને કારણે મહિલાનો જીવ જોખમમાં મુકાયો હોવાની ઘટના સામે આવી છે. આરોપ છે કે ખાનગી હોસ્પિટલમાં મહિલાની સર્જરી કરતી વખતે તબીબે ભૂલથી પેટમાં જ ટુવાલ છોડી દીધો હતો. ઓપરેશન બાદ મહિલાને અસહ્ય દુખાવો ઉપડતા તપાસ દરમિયાન આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ મામલે કોતવાલી પોલીસ સ્ટેશનના એસએચઓ રામકિશન યાદવે જણાવ્યું છે કે, પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરાત













