Video: કર્ણાટકમાં NH-44 પર કાર અને બોલેરોની ટક્કરમાં ચાર યુવકોનાં મોત

કર્ણાટકના ચિક્કબલ્લાપુરમાં નેશનલ હાઈવે-44 પર કાર અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બંને વાહનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં કારમાં સવાર ચાર યુવકોનાં મોત નીપજ્યાં છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને ભારે નુકસાન થયું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોની ઓળખ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત















