Video: કર્ણાટકમાં પેટ્રોલમાં ૨૦%ને બદલે ૩૦%થી વધુ ઇથેનોલ મળતા હડકંપ, તપાસની માંગ

સોર્સ: gstv

આર્ટિફિશિયલ બ્લૅન્ડિંગ મર્યાદા કરતા વધુ થઈ રહ્યું હોવાનો ગંભીર દાવો કર્ણાટક સરકારે કર્યો છે. રાજ્ય સરકારના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી રિઝવાન અર્શદે ખુલાસો કર્યો છે કે બેંગલુરુ સહિતના વિસ્તારોમાંથી લેવાયેલા સેમ્પલના ટેસ્ટિંગમાં ઇથેનોલનું પ્રમાણ ૨૦ ટકાની નક્કી કરાયેલી સીમા કરતા ઘણું વધારે મળી આવ્યું છે. તપાસ રિપોર્ટ મુજબ, IOCLના સેમ્પલમાં ૩૧.૨ ટકા અને HPCLના પેટ્રોલમાં ૩૦.૫ ટકા ઇથેનોલ મળી આવ્યું હતું. જ્યારે BPCL, નાયરા અને શેલના સેમ્પલમાં પણ આ પ્રમાણ ૨૫થી ૨૬ ટકાથી વધુ નોંધાયું છે. વધુ પડતા ઇથેનોલના કારણે વાહનોના એન્જિન બગડવાની ફરિયાદો સામે આવી રહી છે. જેને લઈને કર્ણાટક સરકારે કેન્દ્ર સરકાર પાસે આવી ઓઇલ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા અને વાહનચાલકોને યોગ્ય વળતર આપવાની માગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત