Video: કાયદા અને ન્યાય પર મંથન, CJI સૂર્યકાંતે પ્રોફેસર ફૈઝાન મુસ્તફાના યોગદાનને બિરદાવ્યું

સોર્સ: gstv

દિલ્હીમાં કાયદા, ન્યાય અને કાનૂની શિક્ષણ પર આયોજિત માસિક વ્યાખ્યાન અને સંવાદ શ્રેણીના ત્રીજા કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રોફેસર ડૉ. ફૈઝાન મુસ્તફાએ પણ વિશેષ હાજરી આપી હતી. પોતાના સંબોધનમાં CJI જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કાયદાના વિદ્યાર્થીઓ, યુવા વકીલો અને સંશોધકોને અભ્યાસક્રમથી આગળના વિષયોનું જ્ઞાન આપવાનો છે. જસ્ટિસ સૂર્યકાંતે પ્રોફેસર ફૈઝાન મુસ્તફાના શૈક્ષણિક યોગદાન અને કાનૂની શિક્ષણ ક્ષેત્રે તેમના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે પ્રોફેસર મુસ્તફા સાથેના પોતાના લાંબા સમયના શૈક્ષણિક અને વ્યાવસાયિક સંબંધોને પણ યાદ કર્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત