Video: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સામે હવે રાત્રીસભાઓ યોજી સ્થાનિક રહીશોએ આંદોલનનું રણશિંગું ફૂંક્યું

સોર્સ: gstv

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પણ વિકાસ માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યો છે. શહેરના મૂળચંદ રોડ પર માનવમંદિર પાછળ આવેલા 350 થી વધુ મકાનોમાં વસતા 1200 થી વધુ રહીશો આઝાદીના વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓ માટે તરસી રહ્યા છે. આ વિસ્તારમાં ન તો સ્ટ્રીટ લાઈટ છે કે ન તો ડ્રેનેજ લાઈન. કમ્મરતોડ રસ્તાઓ અને બાલવાટિકાના અભાવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નવાઈની વાત તો એ છે કે પીવાના પાણીની પાઈપલાઈન પણ સ્થાનિકોએ ઘરદીઠ બે હજાર રૂપિયા ફાળો ઉઘરાવીને નાખી છે. ચૂંટણી સમયે પગે લાગી મત માંગતા નેતાઓ હવે ગાયબ થઈ જતાં લોકોએ ગ્રામપંચાયત જેવી પણ સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે રાત્રીબેઠક યોજી ઉગ્ર આંદોલનનો રોડમેપ તૈયાર કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત