Video: સુરેન્દ્રનગરનો V2 મોલ ફરી વિવાદમાં, પેમેન્ટ અને છૂટા રૂપિયાને લઈને મહિલા ગ્રાહકની ફરિયાદ

સુરેન્દ્રનગરનો V2 મોલ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. માત્ર 10 દિવસ પહેલાં જ સીલ ખોલીને ફરી શરૂ કરાયેલા મોલમાં ગ્રાહકોને પડતી મુશ્કેલીઓનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. મોરબી કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતી એક મહિલા કર્મચારી મોરબીથી સુરેન્દ્રનગર ખરીદી કરવા આવી હતી, પરંતુ મોલમાં તેને કડવો અનુભવ થયો હોવાની ફરિયાદ સામે આવી છે. મહિલાના આક્ષેપ મુજબ, મોલમાં કેસ પેમેન્ટ લેવામાં આવતું નથી અને ઓનલાઈન પેમેન્ટનો પણ ઇનકાર કરવામાં આવે છે, જ્યારે છૂટા રૂપિયા આપવાની માગણી કરવામાં આવે છે. પેમેન્ટની સમસ્યાને કારણે ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવી પડતી હોવાની પણ ફરિયાદ છે. અગાઉ મેયર સાથેના વિવાદ બાદ હવે મહિલા ગ્રાહક સાથેના કથિત ગેરવર્તનને લઈને V2 મોલ સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.
જાહેરાત













