Video: નિર્માણાધિન મકાનમાંથી સાધનોની ચોરી

અરવલ્લીના મોડાસામાં શિયાળાની શરૂઆત થતા ચોરીના બનાવો શરૂ થયા છે. માલપુર રોડ પર સ્વર્ણિમ ફોરમ સોસાયટી આવેલી છે. આ સોસાયટીના એક નિર્માણાધિન મકાનમાં ચોરી થઈ છે. તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરીને હાથ સાફ કર્યો છે. મકાનમાં ચાલી રહેલા કામના સાધનો ચોરાયા છે. ચોરી કરવા આવેલા તસ્કરો CCTVમાં કેદ થયા છે. આ સમગ્ર ઘટનાના ફૂટેજ સામે આવ્યા છે. હવે પોલીસ આ ફૂટેજના આધારે તપાસ કરશે.
જાહેરાત










