મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના નિર્માણાધિન ડીમાર્ટ કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડી, બે શ્રમજીવી દટાયા

વડોદરાના અમિતનગર વિસ્તારમાં નિર્માણાધિન ડીમાર્ટ કન્સ્ટ્રક્શન

તસવીર: gstv

વડોદરાના અમિતનગર વિસ્તારમાં નિર્માણાધિન ડીમાર્ટ કન્સ્ટ્રક્શન સાઇટ પર માટીની ભેખડ ધસી પડતાં બે શ્રમજીવીઓ દટાઈ ગયા.... ઘટનાસ્થળે હાજર અન્ય મજૂરોએ ત્વરિત પ્રતિસાદ આપતા 15 મિનિટના દિલધડક રેસ્ક્યુ ઓપરેશન દ્વારા બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા હતા....એક પુરુષ અને એક મહિલા શ્રમિક ભેખડ નીચે દટાયા હતા. મહિલાને પગમાં ઇજા પહોંચતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે... સ્થાનિક મજૂરોની સમયસરની હિંમતભરી કાર્યવાહીને કારણે મોટી જાનહાનિ ટળી છે....આ ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. પોલીસ અને ફાયર વિભાગે આગળની તપાસ શરૂ કરી છે...

આ સમાચાર શેર કરો