મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના માર્ગો પર મસમોટા ખાડા

વડોદરામાં પ્રથમ ભારે વરસાદ બાદ મુખ્ય માર્ગો પર ખાડા પડતાં રસ્તાઓની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. માંજલપુર, વાઘો

તસવીર: gstv

વડોદરામાં પ્રથમ ભારે વરસાદ બાદ મુખ્ય માર્ગો પર ખાડા પડતાં રસ્તાઓની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. માંજલપુર, વાઘોડિયા રોડ અને અક્ષર ચોક સહિતના વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે વરસાદ ચાલુ હોવાથી પેચવર્ક મુશ્કેલ છે અને તે કાયમી ઉકેલ નથી, હાલ ખાડામાં છારું ભરાઈ રહ્યું છે. બીજી તરફ, નાગરિકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે થોડા મહિના પહેલા બનેલા નવા રસ્તાઓ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયા છે. જનતા માત્ર કામચલાઉ સમારકામ નહીં, પણ ગુણવત્તાયુક્ત કાયમી રસ્તાઓ અને જવાબદારો સામે સખત કાર્યવાહી ઈચ્છી રહી છે.

આ સમાચાર શેર કરો