મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના ઝવેરનગરમાં પડેલા ભુવાથી સ્થાનિકોમાં ભય, તંત્ર સામે રોષ

વડોદરા શહેરના મકરપુરા ડેપો પાછળ આવેલા ઝવેરનગર વિસ્તારમાં અચાનક મોટો ભુવો પડતાં સ્

તસવીર: gstv

વડોદરા શહેરના મકરપુરા ડેપો પાછળ આવેલા ઝવેરનગર વિસ્તારમાં અચાનક મોટો ભુવો પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. રહેણાંક વિસ્તાર વચ્ચે પડેલા ભુવાના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કોર્પોરેશન તેમજ ભાજપ અને કોંગ્રેસના જનપ્રતિનિધિઓ સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની બેદરકારીને લઈને રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક ભુવો પૂરવાની, સમગ્ર વિસ્તારનું તકેદારીપૂર્વક નિરીક્ષણ કરવાની અને કાયમી સમારકામ હાથ ધરવાની માંગ ઉઠાવી છે.

આ સમાચાર શેર કરો