Video: સુરતના ભેસ્તાનમાં કરાટે ક્લાસિસમાં સગીરા સાથે બેડ ટચ કરનારો શાહબુદ્દીન ઝડપાયો:બીભત્સ કોમેન્ટ કરનારની શોધખોળ

સોર્સ: gstv

સુરતના ભેસ્તાનમાં કરાટે ટ્રેનર મોહમ્મદ શાહબુદ્દીનના વાયરલ વીડિયો મામલે વિવાદ વકર્યો છે. સગીર બાળકીના સ્ટ્રેચિંગના વીડિયો પર અશ્લીલ કોમેન્ટ કરનારાઓને ટ્રેનરે ઇમોજીથી જવાબ આપતાં સોશિયલ મીડિયા પર ભારે રોષ ફેલાયો હતો. ઘટનાને પગલે ભેસ્તાન પોલીસે બાળકી અને તેના પરિવારને બોલાવી મહિલા પોલીસની હાજરીમાં નિવેદન નોંધ્યું હતું. બાળકી અને પરિવારે કોઈપણ પ્રકારની છેડતી કે હેરાનગતિ થઈ ન હોવાનું જણાવ્યું છે, જ્યારે પરિવારે ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો છે. જોકે, પરિવાર ફરિયાદ ન કરે તો પણ ટ્રેનર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ પોલીસે જણાવ્યું છે. આ મામલે પોલીસે કરાટે ટ્રેનરની ધરપકડ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત