Video: સુરતના ભેસ્તાન આવાસમાં અસામાજિક તત્વોનો આતંક, ત્રણ યુવાનો પર હથિયારોથી હુમલો

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જૂની અદાવતને લઈને મોયા બટકા ગેંગના સભ્યો દ્વારા ત્રણ યુવાનો પર તલવાર સહિતનાં હથિયારોથી હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે. હુમલામાં ઇજાગ્રસ્ત ત્રણેય યુવાનોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આરોપીઓ મહિલાના ઘરમાં ઘૂસી મહિલા અને યુવાનો પર હુમલો કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ગયા હોવાનો પણ આક્ષેપ છે. હુમલાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. મહિલાની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે તપાસ શરૂ કરી છે, જ્યારે સ્થાનિકોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
જાહેરાત
















