Video: ધારીના આંબરડી સફારી પાર્ક બહાર સિંહ પરિવારની લટાર

ધારીના પ્રખ્યાત આંબરડી સફારી પાર્કની બહારના માર્ગ પર સિંહ પરિવારની લટાર જોવા મળતા રાહદારીઓમાં કુતૂહલ સર્જાયું હતું. સફારી પાર્કની અંદર પાંજરામાં રહેલા સિંહો નહીં, પરંતુ ખુલ્લા જંગલમાં વસતા એક સિંહ, સિંહણ અને સિંહબાળ એમ કુલ ત્રણ સાવજો આંબરડી માર્ગ પરથી પસાર થતા નજરે પડ્યા હતા. સફારી પાર્કની બોર્ડર નજીક લટાર મારી રહેલા આ વનરાજોનો અદભુત નજારો ત્યાંથી પસાર થતા કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. હાલ સિંહ પરિવારની આ રોમાંચક લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને વન્યજીવ પ્રેમીઓ ભારે પસંદ કરી રહ્યા છે.
જાહેરાત














