Video: મહેસાણા RTOનો રાત્રિ સપાટો

માર્ગ અકસ્માતો નિવારવા મહેસાણા આરટીઓની ૪ ટીમોએ વિજાપુર, કડી, બેચરાજી, ઊંઝા અને ખેરાલુ સહિતના વિસ્તારોમાં સઘન નાઈટ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન અનધિકૃત લાઈટ અને રેડિયમના અભાવ બદલ સૌથી વધુ ૧૦૫ ચલણ અપાયા હતા. ઉપરાંત, ઓવરલોડિંગના ૩૧, ઓવર ડાયમેન્શનલ કાર્ગોના ૨૮, ફિટનેસના ૧૮, પરમિટના ૦૫, ટેક્સના ૦૩ અને લાઇસન્સ વગરના ૦૨ મળી કુલ ૧૯૨ ચલણ ફટકારાયા હતા. આરટીઓએ વાહનચાલકોને દસ્તાવેજો અદ્યતન રાખવા અને નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી
જાહેરાત
















