Video: મરતોલી ચેહરમાતા મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો, મહેસાણા LCBએ બે મહિલા આરોપીને ઝડપી પાડી

સોર્સ: gstv

મહેસાણા જિલ્લાના મરતોલી સ્થિત પ્રસિદ્ધ ચેહરમાતા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ મહેસાણા એલસીબીએ ઉકેલી નાખ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ચોક્કસ બાતમીના આધારે મહેસાણા દૂધસાગર ડેરી પાસેથી બે મહિલા આરોપીઓને ઝડપી પાડી હતી. પૂછપરછ દરમિયાન બંને મહિલાઓએ એક માસ પહેલા મંદિરમાં દર્શનાર્થીના પર્સમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 25 ગ્રામ સોનાની રણી અને રોકડ રકમ સહિત કુલ 2 લાખ 54 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ બંને મહિલા આરોપીઓને વધુ તપાસ માટે સાંથલ પોલીસને સોંપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત