Video: હળવદના શિરોઈમાં જમીન વિવાદ ઉગ્ર બન્યો, બે દિવસમાં કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી

સોર્સ: gstv

આશરે ૧૩ એકર ૧૩ ગુંઠા જમીનના વિવાદમાં ૨૦થી ૨૫ શખ્સોના ટોળાએ ખેડૂતની વાડીમાં ઘૂસી બે ટ્રેક્ટર ફેરવી ઊભા પાકનો સોથ વાળ્યાનો અને પરિવારને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરાયો છે. આ ઘટનામાં ખેડૂત પરિવારને રૂ. ૧૦થી ૧૫ લાખનું નુકસાન થયાનો દાવો કરાયો છે, તેમજ અગાઉની ફરિયાદો છતાં કાર્યવાહી ન થયાનો રોષ વ્યક્ત કરાયો છે. સુરેન્દ્રનગરના સાંસદ, પૂર્વ ધારાસભ્ય સહિત જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો અને આગેવાનોની હાજરીમાં સમાજે તંત્રને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન અને અનશન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત