VIDEO: હળવદના સરા રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે પાલિકાનું બુલડોઝર ફર્યું
હળવદમાં ભારે વરસાદ બાદ સોસાયટીઓમાં પાણી ભરાવાની વ્યાપક ફરિયાદો ઉઠતા પાલિકા તંત્ર એક્શન

હળવદમાં ભારે વરસાદ બાદ સોસાયટીઓમાં પાણી ભરાવાની વ્યાપક ફરિયાદો ઉઠતા પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સ્થાનિક મહિલાઓ અને રહીશોની રજૂઆત બાદ તંત્રએ સરા રોડ વૈજનાથ ચોકડી પાસે નાળા પર કરવામાં આવેલું પાકું ગેરકાયદે દબાણ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે નાળું અડધું બંધ હોવાને કારણે પાણીનો નિકાલ અટક્યો હતો. આ દબાણ દૂર થવાથી વરસાદી પાણીનો માર્ગ ખુલ્લો થયો છે. ચીફ ઓફિસરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે લોકોની મુશ્કેલી વધારતી કોઈપણ બેદરકારી કે ગેરકાયદે દબાણ ચલાવી લેવામાં આવશે નહીં અને ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.




