મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હળવદના સરા રોડ પર પાણી ઓસર્યા નહીં, તંત્ર સામે આક્રોશ

હળવદના સરા રોડ વિસ્તારની અનેક સોસાયટીઓમાં વરસાદ અટક્યાને ચોવીસ કલાક વીતી જવા છતાં ઘર

તસવીર: gstv

હળવદના સરા રોડ વિસ્તારની અનેક સોસાયટીઓમાં વરસાદ અટક્યાને ચોવીસ કલાક વીતી જવા છતાં ઘરોમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું, જેના કારણે રહેવાસીઓની હાલત અત્યંત દયનીય બની છે. ઘરોની અંદર પાણી ઘૂસી જવાથી ઘરવખરી, ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક સામાનને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ સંપૂર્ણપણે પોકળ સાબિત થયા છે અને ડ્રેનેજ વ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ છે. નગરપાલિકા પાણીના નિકાલ કરવામાં નિષ્ફળ રહી છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારોમાં સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને નાગરિકો લાચાર બનીને વહીવટી તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો