VIDEO: જેતપર ઉપવાસ આંદોલનને હળવદના વેપારીઓનું સમર્થન: આવતીકાલે માર્કેટિંગ યાર્ડ બંધ અને ભવ્ય રેલી
સોર્સ : gstv
મોરબી જિલ્લાના જેતપર ખાતે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનને હવે હળવદના વેપારીઓનું પણ સમર્થન મળ્યું છે. હળવદ માર્કેટિંગ યાર્ડને એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઈ પટેલે જાહેરાત કરી છે કે આવતીકાલે બાઈક, કાર સહિતના વાહનો સાથે વિશાળ સમર્થન રેલી યોજવામાં આવશે. વેપારીઓનું કહેવું છે કે જો સરકાર રજૂઆતોને ગંભીરતાથી નહીં લે તો માર્કેટિંગ યાર્ડનો બંધ વધુ દિવસો સુધી લંબાવવામાં આવશે. વેપારી સંગઠનો દ્વારા આંદોલનકારીઓની માંગને યોગ્ય ઠેરવી સરકારને વહેલી તકે ઉકેલ લાવવાની અપીલ કરવામાં આવી છે. સમગ્ર મામલે વેપારીઓમાં એકતા અને સમર્થનનો માહોલ જોવા મળી રહ્યો છે.

