Video: ભરૂચના ઝાડેશ્વરમાં 424 વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર અપાયા, શિક્ષકોની ઘટ દૂર થશે

સોર્સ: gstv

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ઝાડેશ્વરના બીઆરસી ભવન ખાતે ધોરણ 1 થી 5 ના નવનિયુક્ત વિદ્યા સહાયકો માટે સ્થળ પસંદગી અને નિમણૂક પત્ર વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ સહિતના અધિકારીઓના હસ્તે કુલ 424 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા હતા. ડિમ્પલ રાજે જણાવ્યું કે રાજ્ય સરકારની ભરતી પ્રક્રિયા હેઠળ ભરૂચમાં 424 વિદ્યા સહાયકોની નિમણૂક થવાથી યુવાનોને રોજગારી મળશે, શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી થશે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત